મહેસાણા જિલ્લામાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આજે મહેસાણા કમળા બા હોલ ખાતે તેમજ વિસનગર APMC હોલ ખાતે સદસ્યતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોર તેમજ મહેસાણા જિલ્લા અને વિસનગર તાલુકા/શહેરના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આરોગ્ય મંત્રીએ કાર્યકરોને સદસ્યતા અભિયાનમાં જોડાઈ વધુમાં વધુ સભ્યોની નોંધણી કરવા અપીલ કરી હતી. તેમજ તેમના વિસ્તાર માંથી એક લાખ પચાસ હજાર સભ્યોની નોંધણીનો લક્ષ્યાંક જણાવ્યો હતો. જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોરે જિલ્લાના તમામ કાર્યકર્તાઓને વધુ સદસ્યો નોંધાય એ દિશામાં કામે લાગી જવા અપીલ કરી હતી.
Site Admin | સપ્ટેમ્બર 8, 2024 7:24 પી એમ(PM)
મહેસાણા કમળા બા હોલ ખાતે તેમજ વિસનગર APMC હોલ ખાતે સદસ્યતા અભિયાન કાર્યક્રમ યોજાયો
