મહેસાણા જિલ્લાની એતિહાસિક નગરી વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝીયમ ખાતે 5 મી અને 6ઠ્ઠી એપ્રિલે આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદમાં ભારતીય દરિયાઈ સફરનાં સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરવામાં આવશે.
આ પરિષદમાં વિવિધ દેશોના 22 પ્રોફેસરો અને સમુદ્રી નિષ્ણાતો ભાગ લેશે. દર્શક ઇતિહાસ નિધિના સેક્રેટરી ડોક્ટર સુજાતા શાહે જણાવ્યું હતું કે આ પરિષદ માં ભારતીય મહાસાગરના વિશાલ વ્યાપરિક વિસ્તરણમાં ભૂમિકા ભજવનાર જહાજ નિર્માણ અને નાવ ગતિની પ્રાચીન ભારતીય સમુદ્રી પરંપરાઓ પર ચર્ચા થશે.
પરિષદમાં અરબી સમુદ્રથી ચીની સમુદ્ર સુધીનાં એતિહાસિક વેપાર પર પણ નિષ્ણાતો તેમના મંતવ્ય રજૂ કરશે.
Site Admin | એપ્રિલ 1, 2025 3:12 પી એમ(PM)
મહેસાણાની એતિહાસિક નગરી વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝીયમ ખાતે 5 મી અને 6ઠ્ઠી એપ્રિલે આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન
