ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 15, 2025 2:18 પી એમ(PM)

printer

મહીસાગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાહકોને બિલ ભરવામાં મુશ્કેલી…

મહીસાગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કર્મચારીઓની મદદથી બિલ સ્વીકારવાની સુવિધા બંધ કરી દેવામાં આવતા ગ્રાહકોને બિલ ભરવામાં મુશ્કેલી પડી રહી છે. બિલ ન ભરવાથી ગ્રાહકોનાં વીજ જોડાણ પણ બંધ કરવામાં આવી રહ્યા છે. અગાઉ, વીજ કંપનીના કર્મચારીઓ ગ્રામ પંચાયત કે ડેરી જેવી જાહેર જગ્યા પર બેસીને બિલના નાણા સ્વીકારતા હતા. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે કેશલેસ અને પેપરલેસ કામગીરી માટે ઉચ્ચ કક્ષાએથી સૂચના અપાઈ હોવાથી રૂબરુમાં બિલ ભરવાની સેવા બંધ કરી હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્કની સુવિધાનો અભાવ તેમજ ખેતી અને પશુપાલન પર જીવતા પરિવારો ડિજિટલ સેવાનો લાભ ન લઈ શકતા હોવાથી બિલ ભરવામાં મોડું થવાથી દંડ ભરવો પડે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ