મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોટી સરસણ આયુષ્યમાન આરોગ્ય મંદિરને NQAS એટલે કે નેશનલ ક્વોલિટી એસયોરન્સ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ મળ્યું છે. છેવાડાના ગામો સુધી આરોગ્યક્ષેત્રે કરેલા કાર્ય અંગે 93.01 ટકા મેળવવા બદલ આરોગ્ય મંદિરને આ સન્માન અપાયું છે. આ સિધ્ધિ મેળવવા બદલ જિલ્લા આરોગ્ય અને વહીવટી તંત્રએ આરોગ્ય કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગત સપ્ટેમ્બર માસમાં રાષ્ટ્રીય કક્ષાની ટીમ દ્વારા મોટી સરસણ આયુષ્યમાન આરોગ્ય મંદિરની ઓપીડી, દવાઓ, ઈમરજન્સી, સગર્ભા માતા અને શિશુ સંભાળ સહિત વિવિધ બાર વિભાગોની ગુણવતાસભર સેવાઓ
અંગેની ચકાસણી કરવામાં આવી હતી.
Site Admin | નવેમ્બર 7, 2024 7:51 પી એમ(PM)
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોટી સરસણ આયુષ્યમાન આરોગ્ય મંદિરને NQAS એટલે કે નેશનલ ક્વોલિટી એસયોરન્સ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ મળ્યું છે
