મહિલા ક્રિકેટમાં ભારત અને ઇંગ્લૅન્ડની ત્રણ મૅચની એક દિવસીય શ્રેણીની પહેલી મૅચમાં ભારતે ઇંગ્લૅન્ડને ચાર વિકેટથી પરાજય આપ્યો.
ઇંગ્લૅન્ડે ભારતને જીતવા 259 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ભારતે 48 ઑવર બે બૉલમાં છ વિકેટે 262 રન કરી મૅચ જીતી લીધી. ભારતનાં ખેલાડી દીપ્તિ શર્માએ 64 બૉલમાં અણનમ 62 રન અને જેમિમા રોડ્રિગ્સે 54 બૉલમાં 48 રન બનાવ્યાં. દરમિયાન દીપ્તિ શર્માને પ્લૅયર ઑફ ધી મૅચ જાહેર કરાયાં.
આ પહેલા રોઝ બાઉલ સ્ટેડિયમમાં ટૉસ જીતીને ઇંગ્લૅન્ડે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ઇંગ્લૅન્ડે નિર્ધારિત 50 ઑવરમાં છ વિકેટે 259 રન બનાવ્યા હતા. આ મૅચમાં જીત સાથે જ ભારત આ શ્રેણીમાં એક-શૂન્યથી આગળ થઈ ગયું છે. બંને ટીમ વચ્ચે બીજી એક દિવસીય મૅચ આ શનિવારે 19 જુલાઈએ લંડનના લૉર્ડ્સ ક્રિકેટ મેદાનમાં રમાશે.
Site Admin | જુલાઇ 17, 2025 10:14 એ એમ (AM)
મહિલા ક્રિકેટમાં ઇંગ્લૅન્ડ સામેની ત્રણ મૅચની એક દિવસીય શ્રેણીની પહેલી મૅચમાં ભારતનો વિજય
