ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 21, 2025 3:29 પી એમ(PM)

printer

મહિલાઓ અને ખેડૂતોના સપના પૂર્ણ કરવા માટે અસાધરણ ગતિથી કાર્ય કરવા પ્રધાનમંત્રીએ લોક સેવકોને અનુરોધ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સિવિલ સર્વિસીસ ડે પર તમામ લોક સેવકોને શુભેચ્છાઓ પાઠવી છે. નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 17મા સિવિલ સર્વિસીસ ડે કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે 21 એપ્રિલ, 1947ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલે સિવિલ સેવકોને ‘ભારતના સ્ટીલ ફ્રેમ’ ગણાવ્યા હતાં.
પ્રધાનમંત્રીએ દેશના યુવાનો, ખેડૂતો અને મહિલાઓની અસાધારણ આકાંક્ષાઓને પૂર્ણ કરવા અસાધારણ ગતિની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે તેમણે પોતાના સંબોધનમાં ઉમેર્યુ હતું કે તમામના સપના અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચી રહ્યા છે. છેલ્લાં 10 વર્ષમાં દેશમાં વ્યવસ્થાતંત્રમાં થયેલા ફેરફારની નોંધ લેતા શ્રી મોદીએ વધુમાં આ મુજબ જણાવ્યું.