મહારાષ્ટ્ર સરકારે સાર્વજનિક ગણેશોત્સવને રાજ્ય ઉત્સવ તરીકેનો સત્તાવાર દરજ્જો જાહેર કર્યો છે. ગઈ કાલે રાજ્યનાં સંસ્કૃતિ મંત્રી આશિષ શેલાર દ્વારા વિધાનસભામાં આ જાહેરાત કરવામાં આવી હતી. શ્રી શેલારે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં ગણેશોત્સવનાં આયોજન અને ભવ્ય ઉજવણીને પ્રોત્સાહન આપવાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.
શ્રી શેલારે જણાવ્યું કે, સ્વતંત્રતા સેનાની લોકમાન્ય તિળકે સૌ પ્રથમ વાર 1893માં સાર્વજનિક ગણેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આ તહેવાર સામાજિક એકતા, રાષ્ટ્રવાદ, સ્વતંત્રતાની ભાવના, આત્મસન્માન અને અમારી ભાષાનાં ગૌરવનું પ્રતિક છે. તહેવારનાં સાંસ્કૃતિક મહત્વ પર ભાર મૂકતાં શ્રી શેલારે જણાવ્યું, ગણેશોત્સવ માત્ર તહેવાર પૂરતો મર્યાદિત નથી. તે મહારાષ્ટ્રનું સાંસ્કૃતિત ગૌરવ અને ઓળખ રજૂ કરે છે.
Site Admin | જુલાઇ 11, 2025 1:59 પી એમ(PM)
મહારાષ્ટ્ર સરકારે સાર્વજનિક ગણેશોત્સવને રાજ્ય ઉત્સવ તરીકેનો સત્તાવાર દરજ્જો જાહેર કર્યો
