મહારાષ્ટ્ર સરકારે, રાજ્યમાં સુચારું સંચાલન માટે મુંબઈ, પુણે અને નાગપુરમાં ત્રણ નવા આર્ટિફિશનલ ઇન્ટેલિજન્સ એટલે કે, AI સેન્ટર બનાવવા માટે ભારત સ્થિત IBM ટેકનોલોજી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.ગઈકાલે મુંબઈમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવારની હાજરીમાં આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.આ કરાર હેઠળ મુંબઈ, પુણે અને નાગપુરના AI કેન્દ્રોમાં IBMના શૈક્ષણિક અને તાલીમ પ્લેટફોર્મની મદદથી સરકારી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને AI, સાયબર સુરક્ષા અને ક્લાઉડ ટેકનોલોજીમાં હાઇબ્રિડ ક્લાઉડ, ડેટા એનાલિટિક્સ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરાય તે અંગે તાલીમ અપાશે અને જેથી આગામી સમયે જાહેર સેવા વિતરણ અને વહીવટી કાર્યક્ષમતા વધારી શકાય.
Site Admin | એપ્રિલ 16, 2025 9:27 એ એમ (AM)
મહારાષ્ટ્ર સરકારે, રાજ્યમાં સુચારું સંચાલન માટે AI સેન્ટર બનાવવા માટે ભારત સ્થિત IBM ટેકનોલોજી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા
