મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એનડીએને સ્પષ્ટ જનાદેશઃ ઝારખંડમાં ઇન્ડી ગઠબંધન સરકાર રચશે

ભાજપના વડપણ હેઠળના મહાયુતિ ગઠબંધનનો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે. જ્યારે ઝારખંડની વિધાનસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધને સત્તા જાળવી રાખી છે.
મહારાષ્ટ્રમાં, કુલ 288 બેઠકોમાંથી, ભાજપને 132 બેઠકો મળી છે, જ્યારે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ 57 બેઠકો અને અજિત પવારની આગેવાની હેઠળની NCPને 41 બેઠકો મળી છે.
બીજી તરફ કોંગ્રેસે 16 બેઠકો જીતી છે, જ્યારે NCP શરદ પવાર જૂથને 10 બેઠકો મળી છે. શિવસેના (UBT)એ 20 બેઠકો પર જીત મેળવી છે અને અન્યને ફાળે 12 બેઠકો આવી છે. તો ઝારખંડમાં, કુલ 81 બેઠકોમાંથી, શાસક પક્ષ જે.એમ.એમે. 34 બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસે 16 બેઠકો જીતી છે. આરજેડીને 4 સીટો, બીજેપીને 21 સીટો અને અન્યને 6 સીટો મળી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.