મહારાષ્ટ્રના પુણેમાં કુંડમાલા ખાતે ઇન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડવાની ઘટનામાં ચારના મોત થયા છે. આ ઘટનામાં છ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે, જ્યારે 38 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનો માટે પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને એકનાથ શિંદેએ આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
Site Admin | જૂન 16, 2025 7:43 એ એમ (AM)
મહારાષ્ટ્રમાં પુણેના કુંડમાલાના ઇન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડતા ચારનાં મોત
