મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનો દુબઈ અને સ્પેનના સાત દિવસનો વિદેશ પ્રવાસ ગઈકાલે પૂર્ણ થયો. મુખ્યમંત્રીનો આ પ્રવાસ મધ્યપ્રદેશ વૈશ્વિક સંવાદ-2025 ના ભાગ રૂપે હતો.
પ્રવાસના છેલ્લા તબક્કામાં શ્રી યાદવે બાર્સેલોનામાં ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરી. તેમણે મર્કાબર્ના જેવા વૈશ્વિક કૃષિ મોડેલોનું પણ અવલોકન કર્યું અને ભારતીય સમુદાયના લોકોને પણ મળ્યા. મુખ્યમંત્રીની આ મુલાકાતનો હેતુ વૈશ્વિક સ્તરે વિકસિત મધ્યપ્રદેશના વિઝનને મજબૂત બનાવવાનો હતો.શ્રી યાદવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં ઉત્પાદન વધારવા, રોજગારીની નવી તકો ઊભી કરવા અને ખેડૂતોની આવક વધારવા માટે રોકાણકારો સાથે અનેક કરારો કરવામાં આવ્યા છે.
Site Admin | જુલાઇ 20, 2025 9:32 એ એમ (AM)
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનો દુબઈ અને સ્પેનના સાત દિવસનો વિદેશ પ્રવાસ ગઈકાલે પૂર્ણ
