ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 10, 2025 8:52 એ એમ (AM)

printer

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા

ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ-ICCના પ્રતિષ્ઠિત હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. ICCએ જણાવ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને કુશળ વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની આ વર્ષે આ સન્માન મેળવનારા સાત ક્રિકેટરોમાં સામેલ છે. ધોનીને તેમની અસાધારણ નેતૃત્વ ક્ષમતાઓ અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં ચોક્કસ કુશળતા માટે હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમે ત્રણ મોટી ICC ટુર્નામેન્ટ જીતી છે. 2007માં ટ્વેન્ટી20 વર્લ્ડ કપ, 2011માં વન-ડે વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી.આ સન્માન અંગે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં ધોનીએ કહ્યું કે, ICC હોલ ઓફ ફેમમાં સામેલ થવું તેમના માટે ગર્વની વાત છે.સર્વકાલીન મહાન ખેલાડીઓ સાથે તમારું નામ યાદ રહે એ એક અદ્ભુત લાગણી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ