ભુજ એરપોર્ટ ખાતે વિમાન દુર્ઘટના કે ક્રેશ થવાની પરિસ્થિતિમાં પૂર્ણ કક્ષાની આપાતકાલીન મોકડ્રીલનું આજે આયોજન કરવામાં આવ્યું હતું.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના દિશાનિર્દેશ મુજબ ભૂજ વિમાનમથક સત્તામંડળ તેમજ ભારતીય વાયુસેના દ્વારા સંયુક્તરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ભુજ એરપોર્ટથી 7 કિલોમીટર દૂર આપાતકાલીન પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું તેમજ ઇમરજન્સી રિસ્પોન્સની સમયમર્યાદા સુનિશ્ચિત કરાઇ હતી. મોકડ્રિલનાં નિર્ધારીત સમય મુજબ અગ્નિશમન દળ, મેડિકલ સહિતની ટીમોએ સમયસર દુર્ઘટના સ્થળે પહોંચી આપાતકાલીન કાર્યવાહી કરી હતી.
Site Admin | જુલાઇ 7, 2025 7:37 પી એમ(PM)
ભુજ એરપોર્ટ ખાતે વિમાન દુર્ઘટના કે ક્રેશ થવાની પરિસ્થિતિમાં પૂર્ણ કક્ષાની આપાતકાલીન મોકડ્રીલનું આજે આયોજન કરવામાં આવ્યું હતું
