નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ભારત વિદેશી બેંકો માટે મોટી વૃદ્ધિની તકો પ્રદાન કરી રહ્યું છે અને સરકાર બેંકિંગ ક્ષેત્રમાં વિદેશી રોકાણને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે.
લંડનમાં ભારત-યુકે રોકાણકાર ગોળમેજી ચર્ચાને સંબોધતા, નાણામંત્રીએ ટકાઉ આર્થિક વિકાસ અને રોકાણની તકો વધારવા માટે સરકારની પ્રાથમિકતાઓની રૂપરેખા આપી, જેમાં નીતિગત સમર્થનનો સમાવેશ થાય છે.
નાણામંત્રીએ જણાવ્યું કે, ભારત વર્ષ 2032 સુધીમાં છઠ્ઠું સૌથી મોટું વીમા બજાર બનવા માટે તૈયાર છે, જેમાં વર્ષ 2024 થી 2028 સુધીમાં 7.1 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરની સંભાવના છે. આ વૃદ્ધિ તેને G-20 દેશોમાં સૌથી ઝડપથી વિકસતા વીમા બજારોમાંનું એક બનાવે છે. નાણામંત્રીએ કહ્યું કે સ્થાનિક યુનિકોર્ન કંપનીઓની સંખ્યાના સંદર્ભમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે.
Site Admin | એપ્રિલ 9, 2025 2:11 પી એમ(PM)
ભારત વિદેશી બેંકો માટે મોટી વૃદ્ધિની તકો પ્રદાન કરી રહ્યું છે : નાણામંત્રી નિર્મલા સીતારમણ
