ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 29, 2025 9:35 એ એમ (AM)

printer

ભારત-યુકે મુક્ત વેપાર કરાર- FTA અંગે વાટાઘાટો ફરીથી શરૂ કરાઇ

ભારત-યુકે મુક્ત વેપાર કરાર- FTA અંગે વાટાઘાટો દરમિયાન, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ ગઈકાલે લંડનમાં યુકેના વેપાર અને વાણિજ્ય મંત્રી જોનાથન રેનોલ્ડ્સને મળ્યા હતા. શ્રી ગોયલ રોકાણ વાટાઘાટો અને દ્વિપક્ષીય વેપારને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે બે દિવસની મુલાકાતે લંડન ગયા છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત અને યુકે વચ્ચે FTA અંગે વાટાઘાટો ફરી શરૂ થઈ છે અને બંને પક્ષો સમજૂતી કરારને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું હતું કે ભારત અને યુકેએ મુક્ત વેપાર કરાર તરફ વાટાઘાટો ફરી શરૂ કરી છે. આ જાહેરાત કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને તેમના યુકેના સમકક્ષ જોનાથન રેનોલ્ડ્સ દ્વારા કરવામાં આવી હતી, જેઓ તે સમયે દિલ્હીમાં હાજર હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે બંને પક્ષો સંતુલિત, પરસ્પર લાભદાયી અને દૂરંદેશી કરાર તરફ વાટાઘાટો ફરી શરૂ કરવા સંમત થયા છે. અગાઉ, નાણામંત્રી નિર્મલા સીતારમણ યુકેની મુલાકાતે ગયા હતા. બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર વાટાઘાટોની સાથે, દ્વિપક્ષીય રોકાણ સંધિ-બીઆઈટી માટે પણ સમાંતર વાટાઘાટો ચાલી રહી છે