ભારત, માલદીવ્સ, મોરેશિયસ અને શ્રીલંકાએ હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા અને
સ્થિરતાના પડકારોને પહોંચી વળવા કોલંબોમાં કોલંબો સુરક્ષા સંમેલન (CSC) સચિવાલયની
સ્થાપના માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
શ્રીલંકા સરકારે કોલંબો ખાતે આ હસ્તાક્ષર સમારોહનું આયોજન કર્યું હતું. જેમાં રાષ્ટ્રીય
સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને માલદીવ, મોરેશિયસ અને શ્રીલંકાના પ્રતિનિધિઓએ
ગઈકાલે સંબંધિત સભ્ય દેશ વતી દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પરંપરાગત, બિન-પરંપરાગત અને ઉભરતા
હાઇબ્રિડ સુરક્ષા પડકારોને સંબોધવા માટે કોલંબો સુરક્ષા સંમેલનના મહત્વ પર ભાર મૂક્યો હતો.
તેમણે વિવિધ સુરક્ષા સ્તંભોમાં સતત પ્રાદેશિક સહકારની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો.
Site Admin | ઓગસ્ટ 31, 2024 2:25 પી એમ(PM)
ભારત, માલદીવ્સ, મોરેશિયસ અને શ્રીલંકાએ હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા અને સ્થિરતાના પડકારોને પહોંચી વળવા કોલંબોમાં કોલંબો સુરક્ષા સંમેલન (CSC) સચિવાલયની સ્થાપના માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે
