મે 1, 2025 9:20 એ એમ (AM)

printer

ભારત-ઇજિપ્ત આતંકવાદ વિરોધી સંયુક્ત કાર્યકારી જૂથની ચોથી બેઠક ઇજિપ્તના કૈરોમાં યોજાઈ હતી

ભારત-ઇજિપ્ત આતંકવાદ વિરોધી સંયુક્ત કાર્યકારી જૂથની ચોથી બેઠક ગઈકાલે ઇજિપ્તના કૈરોમાં યોજાઈ હતી. બંને દેશો રાજદૂતોના નેતૃત્વમાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ એજન્સીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, બેઠક દરમિયાન ભારત અને ઇજિપ્તે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે. ઇજિપ્તે આતંકવાદનો સામનો કરવામાં ભારતને પોતાનો સંપૂર્ણ ટેકો આપ્યો છે. બંને દેશો મની લોન્ડરિંગ વિરોધી, ડ્રગ હેરફેર અને સંગઠિત અપરાધમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા અને તાલીમ તથા ક્ષમતા નિર્માણને વધુ ગાઢ બનાવવા સંમત થયા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.