ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 28, 2025 1:54 પી એમ(PM)

printer

ભારત આજે ફ્રાન્સ સાથે 26 રાફેલ દરિયાઈ લડાકુ વિમાનની ખરીદી માટે સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર કરશે

ભારત આજે ફ્રાન્સ સાથે 26 રાફેલ દરિયાઈ લડાકુ વિમાનની ખરીદી માટે સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ, સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંઘ અને ભારતમાં ફ્રાન્સના રાજદૂત હસ્તાક્ષર દરમિયાન બંને પક્ષનું પ્રતિનિધિત્વ કરશે.
26 રાફેલ દરિયાઈ વિમાનમાંથી 22 સિન્ગલ સિટર અને ચાર ડબલ સિટર હશે. આ વિમાનોને ભારતીય નૌકાદળની જરૂરિયાત મુજબ તૈયાર કરાશે. રાફેલ દરિયાઈ વિમાન સામેલ થતા નૌકાદળની શક્તિ ઘણી વધી જશે તેમજ લડાકુ વિમાનને I.N.S. વિક્રમાદિત્ય અને I.N.S. વિક્રાન્ત જેવા વિમાન વાહક જહાજોમાં તહેનાત કરાશે. રાફેલ અદ્યતન હથિયાર પ્રણાલિ અને મિસાઈલથી સજ્જ હશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ