ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 16, 2025 9:19 એ એમ (AM)

printer

ભારત, અમેરિકાનો દ્વિપક્ષીય વેપાર 2030 સુધીમાં 500 અબજ ડોલર સુધી પહોંચશે

ભારત, અમેરિકાનો દ્વિપક્ષીય વેપાર 2030 સુધીમાં 500 અબજ ડોલર સુધી પહોંચશે તેમ વાણિજ્ય અને ઉદ્યોગ સચિવ, સુનિલ બર્થવાલે જણાવ્યું છે.મીડિયાને સંબોધતાં સમયે શ્રી બર્થવાલે કહ્યું કે, ભારતે, વેપાર ઉદારીકરણનો માર્ગ અપનાવીને અમેરિકા સાથે 2025 માટેના દ્વિપક્ષીય વેપાર અંગેના કરાર કરશે. બંને દેશ પરસ્પર ફાયદાકારક, બહુ-ક્ષેત્રીય દ્વિપક્ષીય વેપાર કરાર અંગેની પ્રાથમિક શરતોમાં સંમતિ સાથે આ સપ્તાહે હસ્તાક્ષર કરશે, તેમ વાણિજ્ય અને ઉદ્યોગ સચિવ, સુનિલ બર્થવાલે મીડિયાને જણાવ્યું હતું.સચિવે ઉમેર્યું કે, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા વર્તમાન ટેરિફ, ભારત માટે ચિંતાનો વિષય છે, પરંતુ આ ટેરિફની સાથે વેપારની અનેક તકો બંને દેશને મળશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ