ભારત અને સાયપ્રસે આતંકવાદના તમામ સ્વરૂપની ટીકા કરી છે. બંને દેશે શાંતિ અને સ્થિરતાને ઘટાડતા આધુનિક જોખમનો સામનો કરવા પરસ્પર પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. નિકોસિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ નિકોસ ક્રિસ્ટો-ડોલાઈડ્સ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત બાદ સંયુક્ત ઘોષણાપત્ર જાહેર કરાયું.બંને દેશે સરહદ પાર આતંકવાદનો સામનો કરવા એક વ્યાપક અને સંકલિત કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો. બંને દેશે તમામ દેશને આતંકવાદી ભંડોળ નેટવર્ક અને આતંકી માળખાને તોડી પાડવા, સલામત આશ્રય-સ્થાનોને નાબૂદ કરવા અને આતંકવાદીઓ સામે ઝડપી કાર્યવાહી કરવા હાકલ કરી. સાયપ્રસે સરહદ પાર આતંકવાદ સામેની લડાઈમાં ભારત સાથે એકતા અને અતૂટ સમર્થન વ્યક્ત કર્યું. બંને નેતાએ તાજેતરમાં પહલગામ આતંકી હુમલામાં નાગરિકોની હત્યાની પણ ટીકા કરી.
Site Admin | જૂન 17, 2025 7:54 એ એમ (AM)
ભારત અને સાયપ્રસે આતંકવાદના તમામ સ્વરૂપની ટીકા કરીને તેની સામે લડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો
