ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 10, 2025 7:35 પી એમ(PM)

printer

ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અસરથી ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા

ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અસરથી ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ નવી દિલ્હીમાં આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સે આજે બપોરે યુદ્ધવિરામની હાકલ કરી હતી, ત્યારબાદ ચર્ચા થઈ અને સર્વસંમતિ સધાઈ.

તેમણે કહ્યું કે વાટાઘાટો દરમિયાન, બંને પક્ષો જમીન, હવા અને સમુદ્ર પર તમામ પ્રકારની ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા હતા. બંને પક્ષોને આ સંમતિનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. શ્રી મિસરીએ કહ્યું કે ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ 12 મેના રોજ ફરીથી વાતચીત કરશે.