ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 1, 2025 7:51 પી એમ(PM)

printer

ભારત અને પાકિસ્તાને એકબીજાના કબજામાં રહેલા નાગરિકકેદીઓ અને માછીમારોની યાદીઓનું આદાનપ્રદાન કર્યું

ભારત અને પાકિસ્તાને આજે એકબીજાના તાબામાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીઓનું આદાન-પ્રદાન કર્યું. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતે તેના તાબામાં રહેલા 382 નાગરિક કેદીઓ અને 81 માછીમારોના નામ જાહેર કર્યા છે. તેવી જ રીતે, પાકિસ્તાને પણ 53 નાગરિક કેદીઓ અને 193 માછીમારોના નામ જાહેર કર્યા છે. નવી દિલ્હીએ પાકિસ્તાનના તાબામાંથી ગુમ થયેલા નાગરિક કેદીઓ, માછીમારો અને તેમની બોટ સાથે ભારતીય સંરક્ષણ કર્મચારીઓને વહેલી તકે મુક્ત કરવા અને સ્વદેશ પરત મોકલવાની હાકલ કરી છે. ઇસ્લામાબાદને 159 ભારતીય માછીમારો અને નાગરિક કેદીઓની મુક્તિ અને સ્વદેશ પરત મોકલવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે કહેવામાં આવ્યું છે.