ભારત અને ઇંગ્લૅન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મૅચની એક દિવસીય શ્રેણીની પહેલી મૅચ આજે સાઉથૅમ્પ્ટનમાં રમાશે. ભારતીય સમય મુજબ, આ મૅચ સાંજે સાડા પાંચ વાગ્યા શરૂ થશે.
આ શ્રેણી આ વર્ષના અંતમાં ભારતમાં રમાનારા એક દિવસીય મહિલા ક્રિકેટ વિશ્વકપ માટે ભારતની તૈયારીઓની શરૂઆત છે. તાજેતરમાં જ ભારતે ઇંગ્લૅન્ડમાં પહેલી વાર T-20 શ્રેણી જીતી છે. હરમનપ્રિત કૌરના નેતૃત્વમાં ભારતે ઇંગ્લૅન્ડને પાંચ મૅચની T-20 શ્રેણીમાં 3-2થી હરાવ્યું હતું.
શ્રેણીની બીજી મૅચ શનિવારે લૉર્ડ્સમાં, જ્યારે ત્રીજી અને અંતિમ મૅચ 22 જુલાઈએ ચૅસ્ટર-લૅ-સ્ટ્રીટમાં રમાશે.
Site Admin | જુલાઇ 16, 2025 2:03 પી એમ(PM)
ભારત અને ઇંગ્લૅન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મૅચની એક દિવસીય શ્રેણીની પહેલી મૅચ આજે ઇંગ્લૅન્ડમાં રમાશે
