ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 7, 2025 9:47 એ એમ (AM)

printer

ભારતે PoKમા ધમધમતા નવ આતંકવાદી કેમ્પનો સફાયો કરીને જડબાતોડ જવાબ આપ્યો – એર ઈન્ડિયાએ ભૂજ રાજકોટ અને જામનગરની ફ્લાઈટ રદ કરી

પહલગામમાં આતંકવાદી હૂમલાનાં 15 દિવસ બાદ ભારતીય લશ્કરે ગઈ મધરાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાનનાં કબ્જા હેઠળનાં કાશ્મીર-POKમાં હવાઈ હૂમલા કરીને આતંકવાદીઓનાં નવ અડ્ડા નષ્ટ કર્યા છે.ઓપરેશન સિંદુર હેઠળની કાર્યવાહીનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાત્રિ દરમિયાન પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કર્યું હતું.સોશિયલ મિડિયા પ્લેટફોર્મ એક્સ પર સંરક્ષણ મંત્રીએ લખ્યું, ભારત માતા કી જય. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ભારતીય લશ્કરની પ્રશંસા કરતા લખ્યું જય હિન્દ. જય હિન્દ કી સેના.રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોભાલે અમેરિકામાં તેમના સમકક્ષ સાથે વાતચીત કરી હતી. અમેરિકામાં ભારતનાં દુતાવાસે પણ આ ઘટનાની પુષ્ટિ કરી હતી.દરમિયાન, પાકિસ્તાને ફરી એક વાર સંઘર્ષ વિરામ ભંગ કર્યો છે. જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર કર્યો છે. ગોળીબારમાં ભારતનાં ત્રણ નિર્દોષ નાગરિકોનાં મૃત્યુ થયા છે. ભારતીય સેના ગોળીબારનો જડબાતોડ જવાબ આપી રહી છે.પાકિસ્તાનમાં હવાઈ હૂમલાને પગલે ઉત્તરભારતના કેટલાંક વિમાનમથકોને બંધ કરી દેવામાં આવ્યા છે, જેમાં અમૃતસર, ધર્મશાલા, લેહ, જમ્મુ, શ્રીનગરનો સમાવેશ થાય છે.
ભારતીય સેના સવારે 10 કલાકે પત્રકાર પરિષદમાં ઓપરેશન સિંદુર અંગે વધુ માહિતી આપશે. પાકિસ્તાનમાં ભારતના હવાઈ હૂમલાને પગલે એર ઇન્ડિયાએ જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભુજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટ વિમાનમથકેથી આજે બપોરે 12 વાગ્યા સુધીની તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી છે.એરસ્ટ્રાઇકને પગલે ઉત્તર ભારતના કેટલાંક વિમાનમથકોને બંધ કરી દેવામાં આવ્યા છે, જેમાં અમૃતસર, ધર્મશાલા, લેહ, જમ્મુ, શ્રીનગરનો સમાવેશ થાય છે. ઇન્ડિગો એરલાઇન્સે તેના પ્રવાસીઓને આ વિમાનમથકે ફ્લાઇટની સ્થિતિ ચકાસી લેવા સૂચના આપી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.