ભારતે ત્રણ આફ્રિકન દેશો – ઝિમ્બાબ્વે, ઝામ્બિયા અને માલાવીના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં લોકોની ખાદ્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે સહાય મોકલી છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ગઈ કાલે માલાવી માટે એક હજાર મેટ્રિક ટન ચોખાનો માલ રવાના થયો હતો. એ જ રીતે, ઝિમ્બાબ્વે માટે એક હજાર મેટ્રિક ટન ચોખાનો માલ ગઈકાલે નવાશેવા બંદરેથી રવાના થયો હતો. ઝામ્બિયામાં તેરસો મેટ્રિક ટન મકાઈ મોકલવામાં આવી છે.
ભારતે ગઈકાલે દિલ્હીથી ચાડમાં ભીષણ આગ બાદ ચાડ માટે જરૂરી 2300 કિલો જીવનરક્ષક દવાઓ અને તબીબી પુરવઠો મોકલ્યો હતો.