ભારતે, પરમાણુ શસ્ત્રો વહન કરી શકે તેવી ટૂંકી અંતરની બેલિસ્ટિક મિસાઇલો પૃથ્વી-2 અને અગ્નિ-1નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.
આ પરીક્ષણ ઓડિશાના ચાંદીપુરથી કરવામાં આવ્યું હતું. બુધવારે આકાશ પ્રાઇમ મિસાઇલનું પણ સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેનો ઉપયોગ લદ્દાખમાં સાડા ચાર હજાર મીટરથી વધુ ઊંચાઈએથી કરી શકાય છે.
પૃથ્વી-2 મિસાઇલની રેન્જ લગભગ ત્રણસો પચાસ કિલોમીટર છે અને તે પાંચસો કિલોગ્રામ સુધીનો ભાર વહન કરી શકે છે.જ્યારે અગ્નિ-1 મિસાઇલની રેન્જ સાતસોથી નવસો કિલોમીટર છે અને તે એક હજાર કિલોગ્રામ સુધીનો ભાર વહન કરી શકે છે.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે આ પ્રક્ષેપણોએ તમામ ઓપરેશનલ અને ટેકનિકલ પરિમાણોને માન્ય કર્યા હતા. આ પરીક્ષણો સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડના નેજા હેઠળ હાથ ધરવામાં આવ્યા હતા.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે, ભારતીય સેના, DRDO અને ઉદ્યોગને આ નોંધપાત્ર સિદ્ધિ પર અભિનંદન આપ્યા છે.
Site Admin | જુલાઇ 18, 2025 8:00 એ એમ (AM)
ભારતે,પરમાણુ શસ્ત્રો વહન કરી શકે તેવી ટૂંકી અંતરની બેલિસ્ટિક મિસાઇલો પૃથ્વી-2 અને અગ્નિ-1નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું
