ભારતીય નૌકાદળ આજથી નેવલ વોર કોલેજ, ગોવા ખાતે ગોવા મેરીટાઇમ સિમ્પોઝિયમની પાંચમી આવૃત્તિનું આયોજન કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, ગોવા મેરીટાઇમ સિમ્પોઝિયમ એ ભારત અને હિંદ મહાસાગર ક્ષેત્રના મુખ્ય દરિયાઈ દેશો વચ્ચે સહયોગ અને પરસ્પર સમજણને પ્રોત્સાહન આપવાનું મંચ છે આ કાર્યક્રમની વિષયવસ્તુ હિંદ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષાના પડકારો છે. સેમિનારમાં ગેરકાયદે માછીમારી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે પણ ચર્ચાકરવામાં આવશે.
બેઠકમાં દરિયાઈ સુરક્ષા વધારવા માટેના સહયોગી પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ બે દિવસીય સેમિનારમાં હિંદ મહાસાગર ક્ષેત્રના 12 દેશના નૌકાદળના પ્રતિનિધિઓ ભાગ લેશે. જેમાં બાંગ્લાદેશ, કોમોરોસ, ઈન્ડોનેશિયા, મડાગાસ્કર, મલેશિયા, માલદીવ, મોરેશિયસ, મ્યાનમાર, સેશેલ્સ, સિંગાપોર અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે. કેન્યા અને તાન્ઝાનિયાના પ્રતિનિધિઓ નિરીક્ષકો તરીકે સિમ્પોઝિયમમાં ભાગ લેશે.
Site Admin | સપ્ટેમ્બર 23, 2024 2:11 પી એમ(PM)
ભારતીય નૌકાદળ આજથી નેવલ વોર કોલેજ, ગોવા ખાતે ગોવા મેરીટાઇમ સિમ્પોઝિયમની પાંચમી આવૃત્તિનું આયોજન કરશે
