ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 16, 2025 10:26 એ એમ (AM)

printer

ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને ઈરાનની બિનજરૂરી મુસાફરી ટાળવા ચેતવણી જાહેર કરી

ઈરાનમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને ઈરાનની બિનજરૂરી મુસાફરી ટાળવા વિનંતી કરી છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી આ ક્ષેત્રમાં વધતી સુરક્ષા ચિંતાઓ વચ્ચે આ મુસાફરી ચેતવણી જારી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, દૂતાવાસે ભારતીય નાગરિકોને ઈરાનની બિન-આવશ્યક મુસાફરી કરતા પહેલા પરિસ્થિતિનો કાળજીપૂર્વક વિચાર કરવાની સલાહ આપી છે. તેણે નવીનતમ પ્રાદેશિક વિકાસ પર નજર રાખવા અને ભારતીય અધિકારીઓ દ્વારા જારી કરાયેલ અપડેટેડ સલાહનું પાલન કરવાની પણ સૂચના આપી છે.
ઇરાનમાં વસતા ભારતીય નાગરિકો પાછા ફરવા માંગતા હોય તો તેમના માટે દૂતાવાસે ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઇટ અને ફેરી વિકલ્પોનો લાભ લેવા જણાવ્યું છે