ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલા સહકાર સંમેલનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જળસંચય અને ભૂગર્ભ જળના સંગ્રહનું સહકાર આગેવાનોને આહ્વાન કર્યું હતું.. ગાંધીનગરમાં સદસ્યતા અભિયાન અંતર્ગત સહકાર સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય મંત્રી સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશના હોદ્દેદારો અને સહકાર ક્ષેત્રોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વરસાદી પાણીના સંગ્રહ ઉપર પણ તેમણે ભાર મૂક્યો હતો.
ગુજરાતમાં આજથી ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ છે. આ અંતર્ગત આજે અમદાવાદમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભાજપના સભ્ય બનાવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે અપીલ કરી કે, દરેક સક્રિય કાર્યકર્તા 100 પ્રાથમિક સભ્ય બનાવે.