ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 28, 2025 1:59 પી એમ(PM)

printer

ભારતીય ખેલાડીઓ આયુષ શેટ્ટી અને તન્વી શર્મા યુએસ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની સેમિફાઇનલમાં પહોંચ્યા

ભારતીય ખેલાડીઓ આયુષ શેટ્ટી અને તન્વી શર્મા યુએસ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની સેમિફાઇનલમાં પહોંચી ગયા છે.
આજે અમેરિકાના આયોવામાં યોજાયેલી મહિલા સિંગલ્સ ક્વાર્ટર-ફાઇનલ મેચમાં તન્વીએ મલેશિયાની લેત્શાના કરુપથેવનને 21-13, 21-16 થી હાર આપી હતી. પુરુષોની સિંગલ્સ ક્વાર્ટર-ફાઇનલમાં આયુષે ચાઇનીઝ તાઇપેઈની કુઓ કુઆન લિનને 22-20, 21-9 થી હરાવી હતી. હવે સેમિફાઇનલમાં, તન્વીનો સામનો યુક્રેનની પોલિના બુહારોવા સામે થશે. જ્યારે આયુષનો સામનો ચાઇનીઝ તાઇપેઈની ચૌ ટિએન-ચેન સામે થશે.
પુરુષ ડબલ્સ ક્વાર્ટર-ફાઇનલમાં, ભારતના હરિહરન અમસાકારુનન અને રૂબેન કુમાર રેથિનાસબ્પતિની જોડીને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય જોડીનો ચાઇનીઝ તાઇપેઈની ચિયાંગ ચિન વેઈ અને વુ સુઆન-યીની જોડી સામે 9- 21, 19-21થી પરાજય થયો હતો.