ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 28, 2024 8:01 પી એમ(PM) | ભારતીય ઉદ્યોગ મહામંડળ- CII

printer

ભારતીય ઉદ્યોગ મહામંડળ- CII ના વેપારમાં સરળતા અને નિયમનકારી બાબતો અંગેના પોર્ટલનો આજથી શુભારંભ થયો છે

ભારતીય ઉદ્યોગ મહામંડળ- CII ના વેપારમાં સરળતા અને નિયમનકારી બાબતો અંગેના પોર્ટલનો આજથી શુભારંભ થયો છે. કેન્દ્રિય વાણિજયમંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પોર્ટલનો શુભારંભ કરાવતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમના કારણે વેપારમાં સરળતાનું પ્રમાણ વધ્યું છે.
તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર 300થી વધુ કાયદાઓમાં સુધારો કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે કાયદા ક્ષેત્રના છીંડાઓનો ઉપયોગ ઉદ્યોગ જગતે ટાળવો જોઇએ. આ પ્રવૃત્તિ યથાવત રહે તો વેપારક્ષેત્રે સરળતા લાવવાની તેમજ અર્થતંત્રને ગંભીર અસર થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, CII નું પોર્ટલ કેન્દ્ર સરકાર અને CII દ્વારા વેપારમાં સરળતા લાવવા હાથ ધરાયેલી પહેલો અને જુદાજુદા પ્રોજેક્ટોની સ્થિતિ અને છેલ્લામાં છેલ્લી માહીતી આપશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.