ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાને લઈ જતું એક્સિઓમ-4 મિશન આજે બપોરે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક-ISS સાથે જોડાઈ જશે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન-ઇસરોનાં જણાવ્યા અનુસાર, ડોકીંગ ભારતીય સમય અનુસાર સાંજે સાડા ચાર વાગ્યે નિર્ધારિત છે.
આઇએસએસ સાથે ડોકીંગ કર્યા પછી ગ્રુપ કેપ્ટન શુક્લા નાસાની ઓર્બિટિંગ લેબોરેટરી ISSની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય બનશે. ચાર અવકાશયાત્રીઓને લઈને એક્સિઓમ-4 ગઈકાલે ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ભારતીય સમય અનુસાર બપોરે રવાના થયું હતું.
Site Admin | જૂન 26, 2025 9:29 એ એમ (AM)
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાને લઈ જતું એક્સિઓમ-4 મિશન આજે બપોરે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક-ISS સાથે જોડાશે.
