ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 18, 2025 8:11 પી એમ(PM)

printer

ભારતીય અવકાશયાત્રી આંતરરાષ્ટ્રીય અવકાશ મિશનના ભાગરૂપે આવતા મહિને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન જશે.

ભારત તેની અવકાશ યાત્રામાં ફરી એકવાર ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. એક ભારતીય અવકાશયાત્રી આંતરરાષ્ટ્રીય અવકાશ મિશનના ભાગ રૂપે આવતા મહિને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) જશે. ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા એક્સિઓમ સ્પેસ મિશન AXY-4 નો ભાગ બનશે.
આ જાહેરાત કરતા, અવકાશ અને પરમાણુ ઉર્જા રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે આ મિશન દ્વારા ભારત તેની અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય લખવા જઈ રહ્યું છે. આગામી મહિનાઓમાં ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ની મુખ્ય ભાવિ યોજનાઓની સમીક્ષા કરવા માટે નવી દિલ્હીમાં એક ઉચ્ચ-સ્તરીય બેઠક બાદ, ડૉ. સિંહે કહ્યું કે દેશ અવકાશમાં આગામી સીમાચિહ્ન પાર કરવા માટે તૈયાર છે. શ્રી સિંહે આગામી માનવ અવકાશ ઉડાન અને ISROના અનેક મહત્વપૂર્ણ મિશનનો પણ ઉલ્લેખ કર્યો. ડૉ. સિંહે કહ્યું કે આ પ્રયાસ માત્ર વૈજ્ઞાનિક જ નથી પણ આત્મનિર્ભર ભારત અને વિકાસના વિઝન સાથે પણ સુસંગત છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.