ભારતનું પ્રથમ વિશ્વ દ્રશ્ય-શ્રાવ્ય અને મનોરંજન સંમેલન- વેવ્ઝ 2025નું આજે મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સમાપન થયું. ગુરુવારથી શરૂ થયેલી ચાર દિવસીય સંમેલનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કર્યું હતું. સંમેલનમાં 90 થી વધુ દેશોએ ભાગ લીધો હતો, જેમાં 10 હજારથી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
આ સંમેલનમાં મીડિયા અને મનોરંજન ઉદ્યોગના પ્રભાવશાળી વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મીડિયા અને મનોરંજનમાં કૃત્રિમ બુદ્ધિમત્તા, મીડિયાનું વૈશ્વિકરણ, સામગ્રી નિર્માણનું ભવિષ્ય અને ઉભરતી ટેકનોલોજીનો પ્રભાવ જેવા મહત્વપૂર્ણ વિષયો પર વ્યાપક ચર્ચાઓ કરવામાં આવી હતી. WAVES બજારમાં દેશભરના સર્જકો અને ફિલ્મ નિર્માતાઓ સાથે 1 હજાર ત્રણસો કરોડ રૂપિયાથી વધુના વ્યવસાયિક સોદા કરવામાં આવ્યા હતા.
સંમેલન દરમિયાન, ગ્લોબલ મીડિયા ડાયલોગમાં 77 દેશોના પ્રતિનિધિઓએ WAVES ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. ચાર દિવસીય સંમેલન દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.