ભારતની એક ટેકનિકલ ટીમ ન્યૂયોર્કમાં છે અને આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 પ્રતિબંધ સમિતિની દેખરેખ ટીમ અને અન્ય ભાગીદાર દેશો સાથે વાતચીત કરી રહી છે. ભારત 1267 પ્રતિબંધ સમિતિ સમક્ષ પોતાનો કેસ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટને સત્તાવાર રીતે આતંકવાદી સંગઠન તરીકે સૂચિબદ્ધ કરવાનો અને પાકિસ્તાન દ્વારા આ જૂથને આપવામાં આવતા સમર્થનને ઉજાગર કરવાનો છે. 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાને પગલે આએ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 26 ભારતીય નાગરિકો માર્યા ગયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય ટીમ સંયુક્ત રાષ્ટ્ર આતંકવાદ વિરોધ કાર્યાલય અને આતંકવાદ વિરોધ સમિતિ કાર્યકારી નિદેશાલયના અધિકારીઓને પણ મળશે.
Site Admin | મે 15, 2025 9:40 એ એમ (AM)
ભારતની એક ટેકનિકલ આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 પ્રતિબંધ સમિતિની દેખરેખ ટીમ સાથે વાતચીત કરી રહી છે
