ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં 25 એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં એક અબજ 98 કરોડ ડોલરનો વધારો થયો છે અને તે છ ખરબ 88 અબજ 13 કરોડ ડોલર થઈ ગયો છે.
રિઝર્વ બેંકના સાપ્તાહિક પૂરક માહિતી અનુસાર, ગયા સપ્તાહે વિદેશી ચલણ સંપત્તિમાં બે અબજ 17 કરોડ ડોલરનો વધારો થયો છે અને તે પાંચ ખરબ 80 અબજ 60 કરોડ ડોલર પર પહોંચી ગઈ છે. આ દરમિયાન, સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ SDR માં પણ 2 કરોડ 10 લાખ ડોલરનો વધારો થયો છે અને તે વધીને 18 અબજ 59 કરોડ ડોલર થઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળમાં રિઝર્વ બેંકનું સ્થાન વીસ લાખ ડોલર વધીને ચાર અબજ 51 કરોડ ડોલર થઈ ગયું છે, જોકે સોનાના ભંડારમાં બે કરોડ 70 લાખ ડોલરનો ઘટાડો થયો છે અને તે ઘટીને 84 અબજ 37 કરોડ ડોલર થઈ ગયો છે.
Site Admin | મે 3, 2025 9:22 એ એમ (AM)
ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં 25 એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં એક અબજ 98 કરોડ ડોલરનો વધારો
