ભારતના લક્ષ્ય સેન અને પી.વી.સિંધુએ લખનઉમાં રમાઇ રહેલી સૈયદ મોદી બેડમિન્ટન સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
પુરૂષોની સિંગલ્સમાં ભારતના લક્ષ્ય સેને ઇઝરાયેલના દાનિલ દુબોવેન્કોને પરાજય આપીને કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તો બીજી તરફ પી.વી.સિંધુએ મહિલાઓની સિંગલ્સની પ્રિ-કવાર્ટર ફાઇનલમાં ઇરા શર્મા સામે વિજય મેળવીને કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ ઉપરાંત ઉન્નતિ હુડા, શ્રિયાંશી વાલીશેટ્ટીએ મહિલાઓની જયારે પ્રિયાંશુ રાજાવત, એમ.લુવાંગ અને આયુષ શેટ્ટીએ પુરૂષોના વિભાગની સ્પર્ધાની કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
Site Admin | નવેમ્બર 28, 2024 7:55 પી એમ(PM)
ભારતના લક્ષ્ય સેન અને પી.વી.સિંધુએ લખનઉમાં રમાઇ રહેલી સૈયદ મોદી બેડમિન્ટન સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે
