બાનુ મુશ્તાકના ટૂંકી વાર્તા સંગ્રહ ‘હાર્ટ લેમ્પ’ એ લંડનમાં આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો છે. સુશ્રી બાનુ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીતનાર કન્નડ લખતા પ્રથમ ભારતીય લેખિકા બન્યા છે. તેણીની પુરસ્કાર વિજેતા કૃતિ, હાર્ટ લેમ્પ, દીપા ભસ્તી દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત 12 ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે.
આ પુસ્તક, જેનું મૂળ નામ કન્નડમાં હૃદય દીપા છે, તે 1990 થી 2023 સુધીના મુશ્તાકના સાહિત્યિક કાર્યના દાયકાઓને દર્શાવે છે અને કર્ણાટકમાં પારિવારિક અને સામાજિક સંઘર્ષના આકર્ષક ચિત્રણ માટે ઓળખાય છે. મંગળવારે રાત્રે લંડનના ટેટ મોર્ડન ખાતેના સમારોહમાં આ જાહેરાત કરવામાં આવી હતી, જ્યાં મુશ્તાક અને ભાસ્તી બંને પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે હાજર હતા.