ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 19, 2025 7:04 પી એમ(PM)

printer

ભારતના ગોવા શિપયાર્ડ લિમિટેડે અબુ ધાબીમાં નૌકાદળ સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષા પ્રદર્શન – NAVDEX 2025 માં સ્વદેશી રીતે ડિઝાઇન કરેલા ફાસ્ટ પેટ્રોલ વેસલ્સ અને ઓફશોર પેટ્રોલ વેસલ્સનું પ્રદર્શન કર્યું છે

ભારતના ગોવા શિપયાર્ડ લિમિટેડે અબુ ધાબીમાં નૌકાદળ સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષા પ્રદર્શન – NAVDEX 2025 માં સ્વદેશી રીતે ડિઝાઇન કરેલા ફાસ્ટ પેટ્રોલ વેસલ્સ અને ઓફશોર પેટ્રોલ વેસલ્સનું પ્રદર્શન કર્યું છે. આ જહાજો “મેક ઇન ઇન્ડિયા” પહેલ હેઠળ નૌકાદળની નવીનતા અને આત્મનિર્ભરતામાં ભારતની વધતી જતી ક્ષમતાઓને ઉજાગર કરે છે.

  આ પ્રદર્શન, સંરક્ષણ અને સુરક્ષામાં આંતરરાષ્ટ્રીય સહયોગ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. UAE ના સંરક્ષણ મંત્રાલય અને તવાઝુન કાઉન્સિલ સાથે ભાગીદારીમાં, પાંચ દિવસીય કાર્યક્રમનો હેતુ લશ્કરી નવીનતામાં ઉભરતા સંરક્ષણ વલણો, વ્યૂહાત્મક ભાગીદારી અને તકનીકી પ્રગતિઓનું અન્વેષણ કરવાનો છે.