ભાઇ-બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ ભાઇબીજના દિવસે બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામે 761 વર્ષથી અશ્વદોડ યોજાય છે. આ અશ્વદોડને નિહાળવા માટે દૂરદૂરથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આ અશ્વદોડમાં 200 કરતાં વધુ અશ્વો ભાગ લે છે. રાઠોડ પરિવારના યુવાનો અશ્વદોડમાં ભાગ લે છે. વર્ષોથી નવા વર્ષે મુડેઠા ગામના ક્ષત્રિય દરબારો બહેન માટે ચૂંદડી લઇને પેપળું ગામ જાય છે. ભાઇબીજના દિવસે ભાઇ બખ્તર પહેલી ઘોડા પર મુડેઠા પરત આવે છે.
Site Admin | નવેમ્બર 3, 2024 7:22 પી એમ(PM) | ભાઇબીજના દિવસ
ભાઇ-બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ ભાઇબીજના દિવસે બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામે 761 વર્ષથી અશ્વદોડ યોજાય છે.
