બ્રિક્સ જૂથના દસ દેશોએ પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે અને આતંકવાદને નાબૂદ કરવા માટે નીતિગત સહયોગ આપવા સંમત થયા છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ બ્રાઝિલના બ્રાસીલીયામાં 11મી બ્રિક્સ સંસદીય મંચની બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. અનેક તબક્કાની ગંભીર ચર્ચા બાદ બ્રિક્સ દેશો વચ્ચે કૃત્રિમ બુદ્ધિમત્તાનો જવાબદાર ઉપયોગ, વૈશ્વિક વેપાર અને અર્થતંત્ર, આંતર-સંસદીય સહયોગ, વૈશ્વિક શાંતિ અને સુરક્ષા જેવા મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક સર્વસંમતિ બની.લોકસભા સચિવાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે વિવિધ મુદ્દાઓ પર ભારતના વલણની વ્યાપક પ્રશંસા કરવામાં આવી હતી અને તેને અંતિમ સંયુક્ત ઘોષણામાં સર્વાનુમતે સામેલ કરવામાં આવ્યો હતો. આતંકવાદ સામે લડવાની ભારતની મજબૂત નીતિન સ્વીકાર કરાયો અને ભારતે આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવવા પર ભાર મૂક્યો હતો.
Site Admin | જૂન 7, 2025 8:42 એ એમ (AM)
બ્રિક્સ જૂથના દસ દેશોની પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા અને આતંકવાદને નાબૂદ કરવા માટે નીતિગત સહયોગની સંમતિ
