બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં બ્રિટન, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકાના સમૂહ – બ્રિક્સ શિખર સંમેલનના બીજા દિવસે આજે પર્યાવરણ, સીઓપી-30 અને વૈશ્વિક આરોગ્ય પર એક સત્ર યોજાશે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર્યાવરણ કાર્યવાહી માટે ભારતની દ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરશે. શ્રી મોદી ભારતના લોકો અને પૃથ્વીના વિકાસ માટે કરાયેલા પ્રયાસ અંગે પણ વિસ્તૃત માહિતી આપશે.
બ્રિક્સ સંમેલન બાદ શ્રી મોદી બ્રાઝિલની રાજધાની બ્રાસિલિયા માટે રવાના થશે. કોઈ ભારતીય પ્રધાનમંત્રીની ગત 57 વર્ષમાં આ પહેલો પ્રવાસ હશે. દરમિયાન આવતીકાલે ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાશે.
Site Admin | જુલાઇ 7, 2025 8:10 પી એમ(PM)
બ્રાઝિલમાં બ્રિક્સ સંમેલનના બીજા દિવસે આજે પર્યાવરણ, COP-30 અને વૈશ્વિક આરોગ્ય પર એક સત્ર યોજાશે
