બોમ્બે વડી અદાલતે એક માદા હાથીને ગુજરાતના જામનગરમાં એક વિશેષ હાથી પુનર્વસન કેન્દ્રમાં મોકલવનો નિર્દેશ આપ્યો છે. આ માદા હાથી ત્રણ દાયકાથી કોલ્હાપુરમાં એક જૈન ધાર્મિક ટ્રસ્ટ સાથે રહેતી હતી અને તેને મહાદેવી અને માધુરી નામ અપાયું હતું.
વડી અદાલતે જણાવ્યું, હાથીનો ગુણવત્તાયુક્ત જીવન જીવવાનો અધિકાર માનવીઓના ધાર્મિક વિધિઓ માટે પ્રાણીનો ઉપયોગ કરવાના અધિકાર કરતા ઉપર છે. પ્રાણી સંરક્ષણ સંબંધિત બિન-સરકારી સંગઠન પેટાએ આક્ષેપ લગાવ્યો કે, ધાર્મિક પરંપરાની આડમાં હાથીનું શોષણ કરવામાં આવી રહ્યું છે.
પેટાએ જણાવ્યું, તેલંગાણા રાજ્ય વક્ફ બૉર્ડે મોહરમ જુલૂસ માટે વનવિભાગની ફરજિયાત મંજૂરી વગર હાથીને ચાર લાખ રૂપિયામાં ભાડા પર લીધો હતો.
Site Admin | જુલાઇ 17, 2025 10:17 એ એમ (AM)
બોમ્બે વડી અદાલતે એક માદા હાથીને ગુજરાતના જામનગરમાં એક વિશેષ હાથી પુનર્વસન કેન્દ્રમાં મોકલવનો નિર્દેશ આપ્યો
