ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 13, 2025 9:01 એ એમ (AM)

printer

બે દિવસના વિરામ બાદ ફરી વરસાદનું જોર વધ્યુ – છેલ્લા 24 કલાકમાં 105 તાલુકાઓમાં વરસાદ, આજે મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી

રાજ્યમાં ફરી પાછો વરસાદ સર્જાઇ રહ્યો છે. બે દિવસ વરસાદનું જોર ઘટ્યા બાદ ફરી પાછો વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 105 તાલુકાઓમાં છલ્લા ચોવિસ કલાક દરમિયાન વરસાદ વરસ્યો છે. જેમાં ભાવનગરના ઉમરાળા અને પાલીતાણા તાલુકાઓમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે બોટાદમાં પણ વરસાદ પડ્યો હતો. જેમાં જિલ્લાના બરવાળા અને ગઢડા તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ. વરસતા જાહેર માર્ગો ઉપર પાણી પાણી થઇ ગયા હતા.બીજીતરફ હવામાન વિભાગે પણ આગામી ચાર દિવસ દરમિયન વરસાદની આગાહી કરી છે. બે દિવસ દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને, પંચમહાલમાં તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે