ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 28, 2025 10:08 એ એમ (AM)

printer

બેટી બચાવો, બેટી પઢાવો” જેવા જનજાગૃતિ અભિયાનમાં શેરી નાટકો દ્વારા રંગભૂમિના કલાકારોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, બેટી બચાવો, બેટી પઢાવો” જેવા જનજાગૃતિ અભિયાનમાં શેરી નાટકો દ્વારા રંગભૂમિના કલાકારોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ગઈ કાલે વિશ્વ રંગભૂમિ દિવસ પ્રસંગે ગાંધીનગરમાં આયોજિત સ્નેહમિલન સમારોહમાં મુખ્યમંત્રીએ કલા, સંસ્કૃતિ, સાહિત્ય જેવી પ્રવૃત્તિઓ રાજ્ય આશ્રિત નહીં પરંતુ રાજ્ય પુરસ્કૃત રાખવાની રાજ્ય સરકારની નેમ દર્શાવી હતી.
ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી વિવિધ ક્ષેત્રના આશરે ચારસો જેટલા કલાકારો વિધાનસભા ગૃહમાં આમંત્રિત પ્રેક્ષકો તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને વિધાનસભાની કાર્યવાહી નિહાળી હતી.
રાજ્યના પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રી મુળુભાઇ બેરાએ સાંસ્કૃતિક ક્ષેત્રમાં રાજ્ય સરકારની કામગીરીની માહિતી આપી હતી.વિશ્વ રંગભૂમિ દિવસ પ્રસંગે અમદાવાદમાં યોજાયેલા અન્ય એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ગુજરાતી રંગમંચના ૧૧ કલાકારોને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, કલાકારોએ સ્વચ્છ ભારત અભિયાન, કેચ ધ રેઈન તેમજ એક પેડ માં કે નામ જેવી સરકારની પહેલને સહયોગ આપવો જોઇએ.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ