કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડના કેસમાં બેંગલુરુ પોલીસ કમિશનર સહિત ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.
આ ભાગદોડમાં ૧૧ લોકો માર્યા ગયા હતા. મુખ્યમંત્રીએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમ, આયોજક કંપની ડીએનએ એન્ટરટેઈનમેન્ટ અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિઓની ધરપકડ કરવાનો પણ આદેશ આપ્યો છે. તેમની સામે વિવિધ આરોપો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. કેબિનેટની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા, મુખ્યમંત્રીએ ન્યાયિક તપાસની પણ જાહેરાત કરી. તપાસ પંચ ત્રીસ દિવસમાં પોતાનો અહેવાલ રજૂ કરશે.
ઉલ્લેખનીય છે કે બુધવારે સ્ટેડિયમની બહાર rcb ની આઈપીએલમાં પ્રથમ જીતની ઉજવણી માટે આયોજિત કાર્યક્રમ માટે મોટી ભીડ એકઠી થઈ હતી, જેના કારણે સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી ગઈ હતી.
Site Admin | જૂન 6, 2025 1:57 પી એમ(PM)
બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડ કેસમાં બેંગલુરુના પોલીસ કમિશનર સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ
