અમદાવાદમાં ચાર કરોડના નશીલા પદાર્થ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક યુવતીની ધરપકડ કરી છે.અમદાવાદ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે બેગકોકથી આવેલી એક યુવતીએ અમદાવાદ હવાઈ મથકે પોતાની બેગ ખોવાઈ ગઈ હોવાની ફરિયાદ કરી હતી બેગ મળી આવતા કસ્ટમ વિભાગે યુવતીને જાણ કરી હતી પરંતુ યુવતી હાજર ન થતાં કસ્ટમ વિભાગે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચની મદદથી યુવતીને પકડવામાં આવી હતી.તપાસ કરતાં યુવતીની બેગમાંથી 4 કિલોગ્રામ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો, આ ગાંજાની બજાર કિમત આશરે ચાર કરોડ થાય છે. ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.
Site Admin | ઓગસ્ટ 28, 2025 9:36 એ એમ (AM)
બેંગકોકથી આવેલી યુવતી ચાર કરોડના નશીલા પદાર્થ સાથે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાઇ
