બિહારમાં આજે નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળમાં સાત નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો. પટનાના રાજભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને ભાજપના સાત ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવડાવ્યા. શપથ લેનારા નવા મંત્રીઓમાં સંજય સરાવગી, કૃષ્ણ કુમાર મન્ટુ, ડૉ. સુનીલ કુમાર, મોતીલાલ પ્રસાદ, રાજુ કુમાર સિંહ, વિજય કુમાર મંડલ અને જીવેશ કુમારનો સમાવેશ થાય છે. આજના વિસ્તરણ સાથે, નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળમાં હવે મુખ્યમંત્રી સહિત 36 મંત્રીઓ છે.
Site Admin | ફેબ્રુવારી 26, 2025 6:51 પી એમ(PM)
બિહારમાં આજે નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળમાં સાત નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો
