બિહારના પટના સ્થિત પાટલીપુત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી પ્રથમ ભારતીય ઓપન એથ્લેટિક્સ મીટ શરૂ થઈ રહી છે.બિહાર રાજ્ય રમત ગમત સત્તામંડળના મહાનિદેશક રવિન્દ્રન શંકરને જણાવ્યું છે કે દેશભરમાંથી 400 થી વધુ ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં લાંબા અને મધ્યમ અંતરની દોડ, સ્પ્રિન્ટ્સ, રિલે રેસ, સ્ટીપલચેઝ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ટ્રિપલ જમ્પ, પોલ વોલ્ટ, ગોળા ફેંક, ચક્ર ફેંક, હથોડા ફેંક અને ભાલા ફેંક, ડેકાથલોન, હેપ્ટાથલોન, મેરેથોન અને હાફ મેરેથોન સહિત વિવિધ સ્પર્ધાનો સમાવેશ થશે.એથ્લેટિક્સ મીટનું આયોજન એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા બિહાર સ્ટેટ સ્પોર્ટ્સ ઓથોરિટીના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.
Site Admin | જુલાઇ 19, 2025 7:51 એ એમ (AM)
બિહારના પટનામાં આજથી પ્રથમ ભારતીય ઓપન એથ્લેટિક્સ મીટનો આરંભ થશે
