શાળાના બાળકોમાં ખાંડના સેવનમાં ઘટાડો કરવા શાળાઓમાં યોગ્ય જગ્યાએ “સુગર બૉર્ડ” લગાવવામાં આવશે. ખાંડનું વધુ પડતું સેવન બાળકોના આરોગ્ય અને શિક્ષણને લાંબા સમયે અસર કરે છે. તેને ધ્યાને લઈ શાળાકક્ષાએ ‘સુગર બોર્ડ’ લગાવવા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હોવાનું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.સુગર બૉર્ડમાં વધુ પડતા ખાંડના સેવનના જોખમ અંગેની માહિતી અપાશે. બોર્ડમાં દૈનિક ખાંડનું સેવન, ખોરાકમાં ખાંડનું પ્રમાણ, બિનઆરોગ્યપ્રદ ખોરાક જેમ કે, જંક ફૂડ, ઠંડા પીણાં, વગેરેની નોંધ રાખવામાં આવશે. ઉપરાંત વધુ પડતા ખાંડના સેવન સાથે સંકળાયેલા જોખમ અને આરોગ્યપ્રદ આહાર જેવી જરૂરી માહિતી શાળાકક્ષાએથી વિદ્યાર્થીઓને પ્રદાન કરવાની રહેશે.
Site Admin | જુલાઇ 6, 2025 9:56 એ એમ (AM)
બાળકોમાં ખાંડનું સેવન ઘટાડવા શાળાઓમાં “સુગર બૉર્ડ” લગાવવા શિક્ષણ વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી
